નંદેસરી માં કેમિકલ માફિયા બેફામ બન્યા ! નફ્ફટાઈ ની હદો વટાવી.
સરકાર બદલાઈ,મુખ્યમંત્રી બદલાયા,ધારાસભ્યો બદલાયા પરંતુ કાંઠાગાળા વિસ્તારની સમસ્યા ત્યાંની ત્યાંજ છે.
Updated : July 16, 2025 07:19 pm IST
Jitendrasingh rajput
નંદેસરી ઔદ્યોગિક વસાહત ની વરસાદી કાસ માં લાખો લીટર કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડ્યું, આજ રોજ નંદેસરી ના સિંહાકુઈ વિસ્તાર માંથી પસાર થઈ રહેલા વરસાદી પાણી નીકળવાની ની ખુલ્લી જગ્યા ખુબજ મોટી માત્ર માં વેસ્ટ કેમિકલ યુક્ત પ્રવાહી મીની નદી માં જઈ રહ્યું હતું,
નંદેસરી ની ઔદ્યોગિક વસાહત ની વરસાદી કાંસો માં વરસાદ પડતાં ની સાથે કેમિકલ યુક્ત પ્રવાહી જોવા મળ્યું ,આ વરસાદી ખુલ્લી કાંસો ને વિરોધ હોવા છતાં પાઇપલાઇન નાખી ને ઢાંકી દેવામાં આવલ જેથી વેસ્ટ કેમિકલ યુક્ત પ્રવાહી બેરોકટોક છોડી શકાય વરસાદી ઋતુ એટલે નંદેસરી ના અમુક કેમિકલ વેસ્ટ છોડનારાઓ માટે ઘી-કેળા સમાન, વડોદરા ની નંદેસરી ઔદ્યોગિક વસાહત માંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા બેરોકટોક કેમિકલ વેસ્ટ પ્રવાહી વરસાદ પડતાં ની સાથે ખુલ્લી કાંસો માં છોડી દેવામાં આવે છે આ વેસ્ટ પ્રવાહી સીધું મીની નદી માં જાય છે જેના લીધે મીની નદી પ્રદુષિત થઈ છે.
આ મીની નદી મહીસાગર નદી માં ભળે છે, જેથી મીની નદી નું વેસ્ટ કેમિકલ યુક્ત દૂષિત પ્રવાહી મહીસાગર નદી માં ભળી ને મહીસાગર નદી ના પાણી ને પણ દૂષિત કરી રહ્યું છે, વારંવાર વરસાદી ઋતુ માં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને કેમિકલ યુક્ત પ્રવાહી છોડવાની ફરિયાદો મળતી હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ નિવારણ નથી આવ્યું, આ કેમિકલ યુક્ત પ્રવાહી ના લીધે સ્થાનિકો ના પશુઓ ને પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘાસ ચારો પણ આ પાણી થી બળી જાય છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
