ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નું મહત્વનું નિવેદન આવ્યું સામે
Updated : July 12, 2025 04:34 pm IST
Bhagesh pawar
આજે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વડોદરાની મુલાકાતે હતાં. પ્રથમ તેઓ પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત રોજગાર મેળામાં હાજર રહ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતમાં બ્રિજ દુર્ઘટનાના દોષિતો વિરૂદ્ધ કડક પગલાં લેવાની બાંહેધારી આપી હતી. તાજેતરમાં વડોદરાના પાદરામાં આવેલો મુજપુર ગંભીરા બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 20 સુધી પહોંચ્યો છે. હજી પણ એક વ્યક્તિ લાપતા હોવાની આશંકાએ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.
આજે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરાના મહેમાન બન્યા હતા. તેઓએ વિવિધ ચાર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તે પૈકી પ્રથમ તેઓ રેલવે દ્વારા આયોજિત રોજગાર મેળાનાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં કાર્યક્રમ પૂર્ણ થતા તેમણે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા અંગેની બાંહેધારી આપી હતી.
સી. આર. પાટીલે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, "મુજપુર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે પગલાં લેવાના શરૂ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. હું પણ તેમને કહીશ, તેઓ કડક પગલાં લે, દોષિતોને છોડવા જોઇએ નહીં. કોઇ પણ જવાબદાર વ્યક્તિને ના છોડાય. તે માટેના પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ. તેવી હું ખાતરી આપું છું."

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
