Updated : July 10, 2025 05:00 pm IST
Jitu Rajputગતરાત્રે છાણી પોલીસ મથકમાં મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધિ મળી હતી કે, એક ટ્રક ચાલકને મોપેડ ચાલકોએ રોક્યો હતો. બાદમાં તેને કહ્યું કે, એક્સિડન્ટ કરકે ક્યું ભાગા, અને ચાકુ બતાવીને લૂંટ ચલાવવામાં આવી હતી. આ કિસ્સામાં ભોગ બનનાર પાસેથી રોકડા રૂપિયા અને ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઘટના અંગે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ છાણીના પોલીસ ઇન્સ્પેક્ટરદ્વારા વિવિધ ટીમો બનાવીને ટેક્નિકલ તેમજ હ્યુમન રિસોર્સના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લૂંટારૂઓ સુધી પહોંચવામાં છાણી પોલીસને સફળતા મળી છે.
આ ગેંગ દ્વારા ખાસ કરીને ટ્રક ચાલકો અને એકલા જતા રાહદારીઓને અલગ અલગ કારણોસર રોકતા હતા. ત્યાર બાદ તેમને હથિયાર બતાવીને તેમની પાસે રાખેલા મોબાઇલ ફોન તથા રકમની લૂંટ કરવામાં આવી હતી. આ મામલે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી લૂંટ કરાયેલો મોબાઇલ, રોકડા, ચપ્પુ, વાહન જપ્ત કરવામાં આવ્યા છે. જે તમામ મુદ્દામાલની કિંમત રૂ. 1.55 લાખ જેટલી થવા પામે છે. આરોપીઓએ છાણી પોલીસ મથક અને બાપોદ પોલીસ મથકમાં મળીને ત્રણ ગુના આચર્યા હોવાની કબુલાત આપી છે.
પોલીસ તપાસમાં ધ્યાને આવ્યું કે, ઉપરોક્ત કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ બાપોદ, સમા, રાવપુરા, અને ગોરવા પોલીસ મથકમાં મળીને અત્યાર સુધીમાં 7 કેસો નોંધાઇ ચૂક્યા છે. મોટા ભાગના આરોપીને દબોચી લીધા બાદ વોન્ટેડ આરોપીને દબોચવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ