ટાઇલ્સ ફિટિંગના કારીગરનું લિફ્ટની એંગલ માં માથું ફસાતા નીપજ્યું મોત
ડોદરામાં લિફ્ટ અકસ્માતમાં યુવકનું મોત,લિફ્ટમાં માથું ફસાઈ જતા મોત
Updated : August 03, 2025 04:17 pm IST
Jitendrasingh rajput
લિફ્ટમાં માથું ફસાઈ જતા મોત વડોદરામાં લિફ્ટ અકસ્માતમાં યુવકનું મોત, ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી યુવકના મૃતદેહને પોલીસને સોંપ્યો, હરણી પોલીસે તપાસ શરૂ કરી વડોદરા શહેરના વીઆઇપી રોડ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં લિફ્ટમાં માથું ફસાઈ જવાના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે.
આ ઘટના વીઆઇપી રોડ પર આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં બની હતી, જ્યાં ટાઇલ્સ લગાવવાનું કામ કરતા કારીગરનું દુઃખદ અવસાન થયું છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મૃતક યુવકની ઓળખ સંજયભાઈ રણછોડભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર, સંજયભાઈ વૃંદાવન પાર્ક સોસાયટીમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરી રહ્યા હતા. ઘટના બની ત્યારે તેઓ લિફ્ટનું ટેસ્ટિંગ કરવા માટે ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન, લિફ્ટની ઉપરની એંગલમાં તેમનું માથું ફસાઈ ગયું, જેના કારણે તેઓ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમની ચીસો સાંભળીને લોકોમાં હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક વડોદરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી, અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત, હરણી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું, પરંતુ દુર્ભાગ્યે સંજયભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હરણી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લિફ્ટની ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણો આ ઘટના પાછળ જવાબદાર છે કે કેમ, તેની તપાસ કરવામાં આવી રહી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
