Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    કલાલી સ્મશાનમાં ખંભાતી તાળા અને પાલિકાએ બોર્ડ માર્યું આખરી સામાનની સુવિધા વિના મુલ્યે આપવામાં આવશે

    સ્મશાનમાં કોન્ટ્રાક્ટનો માણસ, લાકડા, ઘાસના પુડા કે છાણાં પણ નથી

    Updated : July 08, 2025 04:38 pm IST

    Bhagesh pawar
    કલાલી સ્મશાનમાં ખંભાતી તાળા અને પાલિકાએ બોર્ડ માર્યું આખરી સામાનની સુવિધા વિના મુલ્યે આપવામાં આવશે

    કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં સમસ્યા શોધવી નથી જવી પડતી પરંતુ સમસ્યાઓ તમારી સામે દેખાઇ જાય છે. જો સામાન્ય માણસની આંખે આ સમસ્યાઓ વળગી આવતી હોય તો, મહાનગર પાલિકાના અધિકારીઓ શું વડોદરાના રસ્તા પરથી પસાર નથી થતા ? શું તેમને આ સમસ્યાઓ નથી નડતી કે, પછી દેખાયા છતાંય કામ કરવાની દાનત નથી ? વારંવાર બુદ્ધીનું પ્રદર્શન કરતા મહાનગર પાલિકાના અધિકારીઓનું વધુ એક દાવો તદ્દન જુઠ્ઠો સાબીત થયો છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુને તેમની ટીમ કેવા મુર્ખ બનાવે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.


    વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ટ કલાલી વિસ્તારમાં રહેતા રહીશોને પાયાની સુવિધા ન આપી શકનાર અધિકારીઓ સામે ભારે રોષ છે. જાડી ચામડીના અધિકારીઓને ફરીયાદો મળ્યા છતાંય તેમની ખુરશી પરથી હલવા તૈયાર નથી. ત્યારે કલાલી ગામનું સ્મશાન પણ મહાનગર પાલિકા હસ્તક છે. હાલમાં શહેરના 31 સ્મશાનોનું ખાનગીકરણ કરી ભોપાળું વાળ્યું છે.


    તેવામાં કલાલી ગામમાં આવેલા સ્મશાન પર વડોદરા મહાનગર પાલિકાએ બોર્ડ લગાવી સંતોષ માની લીધો છે. જ્યાં આ સમયે કોઇ અંતિમક્રિયા માટે પોતાના સ્વજનનો મૃતદેહ લઇને આવે તો તેને પરત ફરવું પડે તેવી નોબત છે. કારણ કે, સ્મશાનના મુખ્ય ગેટ પર ખંભાતી તાળું લાગેલું છે. અંદર જઇએ તો સ્મશાનમાં જવા માટેના ગેટ પર બીજુ તાળું છે. આ તાળું ખોલવા માટે કોઇ સ્ટાફ તો છે જ નહીં, પરંતુ ખોટા દાવા કરતા બોર્ડ લગાવનાર મહાનગર પાલિકાના અધિકારીઓ અહીં લાકડા, ઘાસના પુડા અને છાણા જેવી વસ્તુઓ પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત આ સ્મશાનમાં કોન્ટ્રાક્ટનો કોઇ માણસ પણ હાજર નથી.


    સ્મશાન ગામ હસ્તકનું અને પાલિકાએ પોતાનું બોર્ડ ચઢાવ્યાનો દાવો

    સ્થાનિક સૂત્રએ દાવો કરતા જણાવ્યું હતુ કે, કલાલી સ્થિત સ્મશાન ગામ હસ્તકનું છે. વડોદરા મહાનગર પાલિકાએ ખોટી રીતે બોર્ડ લગાવી પોતાનો દાવો ઠોક્યો છે. અગાઉ કોરોના સમયે પાલિકા દ્વારા અંતિમક્રિયા માટે ગામ પાસે સ્મશાન માગ્યું હતું, ત્યારે સ્મશાનની પાછળની જગ્યા પાલિકાને ફાળવવામાં આવી હતી. કલાલી સ્મશાનનું સંચાલન ગામના આગેવાનો દ્વારા કરવામાં આવે છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગામની જાણ બહાર બોર્ડ લગાવી દીધુ છે, તે અંગે અમે અધિકારીને જાણ કરી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.