Updated : July 23, 2025 01:36 pm IST
Jitendrasingh Rajputવડોદરા નજીક થી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર 15 કિલોમીટર સુધીના ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો 2 કલાક થી અટવાયા છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ઉઘરાવવામાં મસ્ત છે પરંતુ વાહન ચાલકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે જેના પરિણામે વરણામા થી તરસાલી સુધીના માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે.ખાડા ઓનાં કારણે વાહન ચાલકો માટે આ જામ્બુઆ બ્રિજ ઉપરથી પસાર થવું જાણે લોઢા ના ચણા ચાવવા જેવું બની રહ્યું છે.

આજે વહેલી સવાર થીજ જામ્બુઆ બ્રિજ હાઈવે 48 ના રોડ ઉપર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો સહિત આસ પાસ આવેલા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ટ્રાફિક જામ માં એમ્બ્યુલસ પણ અટવાઈ જતા દર્દી સાથે સગાવાલા ઓનાં જીવ અધ્ધર થયા હતા.

આસપાસ આવેલા ગ્રામજનો ને પણ પોતાના નોકરી ધંધા કરતા નોકરિયાત વર્ગ સહિત શાળાએ જતા બાળકો પણ આ ટ્રાફિક જામ માં અટવાયા હતા.વારંવાર થતા ટ્રાફિક જામના કારણે રાહદારી ઓ સહિત ગ્રામજનો ને પડતી હાલાકીના કારણે આજે નેશનલ હાઈવે ઓથોરિટી નો ભારે વિરોધ કરાયો હતો.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ