ગંભીરા બ્રિજ દુર્ઘટના માં અધવચ્ચે લટકેલી ટ્રક અને વડોદરા - આણંદ કલેક્ટર કચેરીના ધરમ ધક્કા વચ્ચે પીસાતો ટ્રક માલિક.
Updated : July 18, 2025 02:39 pm IST
Jitendrasingh rajput
મુજપુર-ગંભીરા બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોવાથી તેના નવિનિકરણ માટે અનેકો વખત રજૂઆતો કરાઇ પરંતુ તંત્રના પેટનું પાણી ન હલ્યું, આખરે ગત તા. 9 જૂલાઇના રોજ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ અચાનક બ્રિજ તુટી પડતા ત્રણ ટ્રક સહિત અનેકો વાહન મહિસાગર નદીમાં પડતા 21 લોકો મોતને ભેટ્યા હતા. તેવામાં હજી પણ બ્રિજ પર એક ટ્રક જોખમી હાલતમાં લટકી રહ્યો છે. આ ટ્રકનો ડ્રાઇવર ક્યાં છે અને ટ્રક કોની છે, શા માટે હજી પણ આ એજ જગ્યાએ છે ? આવા અનેક સવાલો ઘટનાના 10 દિવસ પછી પણ લોકોના મનમાં ઉઠી રહ્યાં છે. ત્યારે યુગ અભિયાન ટાઇમ્સએ આજે આવા તમામ સવાલોના જવાબ શોધી કાઢ્યાં છે.
ગત તા. 9 જૂલાઇના રોજ મુજપુર-ગંભીર બ્રિજ પર ભાર દારી વાહનોની કતાર લાગી હતી. તેવામાં સવારે સાડા સાત વાગ્યાની આસપાસ અચાનક બ્રિજ તૂટી પડતા અનેક વાહનો મહિસાગર નદીમાં પડ્યાં હતા. આ દર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યાં છે. જ્યારે હજી પણ નરસિંહાપુરા ગામમાં રહેતા વિક્રમસિંહ પઢીયારનો મૃતદેહ મળ્યો નથી. જોકે તેને મૃતદેહ શોધવા માટે હજી પણ તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહીં છે. ત્યારે બ્રિજ પર લટકી રહેલા ટ્રક ઉપર આજે પણ સૌઉ કોઇની નજર છે, કારણ કે, આ ટ્રકની તસ્વીર આજે પણ ઘટનાની યાદો તાજી કરે છે.
બ્રિજ પર જોખમી રીકે લટકી રહેલી ટ્રક જોઇ આ પણ રૂંવાળા ઉભા થઇ જાય છે. ત્યારે યુગ અભિયાન ટાઇમ્સ એ આ મામલે તપાસ કરતા મુજપુર-ગંભીરા બ્રિજ પર દુર્ઘટનાના 10 દિવસે પણ લટકી રહેલો ટ્રક શિવમ રોડલાઇન્સનો હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર સ્થિત શિવમ રોડલાઇન્સ આશરે 12 વર્ષ જુની કંપની છે. આજે પણ આ ટ્રક બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહ્યો છે ? આ અંગે શિવમ રોડલાઇન્સના માલિક રામાશંકર ઇન્દ્રબહાદુર પાલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, સાહેબ અમે છેલ્લા દસ દિવસથી ટ્રક બ્રિજ પરથી હટાવવા માટે આણંદ-વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છે.
રામાશંકર પાલે એવું પણ જણાવ્યું કે, આણંદ સરકારી કચેરીના અધિકારીઓ વડોદરા પર ઢોળી રહ્યાં છે અને વડોદરા વાળા આણંદ પર, ધક્કા ખાઇને અમે થાકી ચુંક્યાં છે. એક અધિકારીએ તો એવો જવાબ આપ્યો કે, હવે નવો બ્રિજ બને અને આ તોડી પાડવામાં આવે ત્યારે તમારો ટ્રક મળશે. તો એક અધિકારીએ એવો જવાબ આપ્યો કે, હેલીકોપ્ટરથી ટ્રક ખસેડવામાં આવે તેવી રજૂઆત પણ આર્મીને કરી પરંતુ કોઇ શક્યતાએ નથી કે, ટ્રક હમણા ત્યાંથી ખસેડાય. તો અન્ય અધિકારીએ કહ્યું, કે તમાર ટ્રકના કારણે જ આ દુર્ઘટના સર્જાઇ છે.
સરકારી કચેરીઓના ધક્કા ખાઇ અને અધિકારીઓના ઉડાવ જવાબો સાંભળી થાકેલા રામાશંકર કહે છે કે, સદનબીસે મારા ટ્રક ડ્રાઇવરનો આ દુર્ઘટનામાં બચાવ થયો છે. મારે આ ટ્રક પર 30 લાખની લોન છે, દર મહિને મારે દોઢ લાખ રૂપિયા બેન્કનો હપ્તો છે. જો ટ્રક ચાલશે તો હું બેન્કનો હપ્તો ભરી શકીશ, હવે નવો બ્રિજ બને ત્યાં સુધી અમારે ટ્રકની રાહ જોવાની અને ટ્રક ચાલે જ નહીં તો હું બેન્કના હપ્તા કંઇ રીતે ભરીશ ?

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
