મુજપુર-ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કરનો આગામી 48 કલાકમાં નિકાલ થશે, જાણો આણંદ કલેકટર પ્રવિણ ચૌધરીએ શું કહ્યું
વીમા કંપનીને પણ પૂરે પૂરો વીમો પકાવી આપવા આદેશ કરાયો.
Updated : July 21, 2025 05:51 pm IST
Jitendrasingh rajput
વડોદરા નજીક આવેલા પાદરા તાલુકાનો મુજપુર – ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 12 દિવસ થઇ ચુંક્યાં છે. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 નિર્દોષોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે હજી પણ વિક્રમ પઢીયારનો કોઇ પત્તો નથી, જોકે તેના પરિવારે પુતળુ બનાવી વિક્રમની અંતિમક્રિયા કરી નાખી પરંતુ હજી પણ પરિવાર તેનો મૃતદેહ મળશે તેવી આશ લગાવી બેઠો છે. ત્યારે આ બ્રિજ પર લટકી રહેલા ટેન્કરનું શું થશે તેવો સવાલ હજી લોકોના મનમાં ઉઠી રહ્યો છે.
અંકલેશ્વરની શિવમ રોડલાઇન્સનું ટેન્કર છેલ્લા 12 દિવસથી ગંભીરા બ્રિજ પર લટકી રહ્યો છે. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક રવિન્દ્ર કુમારનો ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે ટેન્કરના માલિક આ દુર્ઘટના બાદ પાદરા, વડોદરા અને આણંદની સરકારી કચેરીઓના ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કારણ કે, ટેન્કર પર 30 લાખની લોન છે અને મહિને રૂ. 82 હજારનો હપ્તો છે. હવે ટેન્કરના પયળા થંભી ગયા છતાં ગઇકાલે ટેન્કરનો હપ્તો કપાયો છે.
ત્યારે આ મામલે યુગ અભિયાન ટાઇમ્સ સાથે આણંદ કલેકટર પ્રવિણ ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, આજે ટેન્કરના માલિક અને ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીને બોલાવ્યાં હતા. ટેન્કર માલિકની વ્યથા સાંભળી સાથે ઇન્સ્યોરન્સ કંપનીને કહેવામાં આવ્યું છે કે, આ ટેન્કર સ્ક્રેપ થાય તો તેના માલિકને ઇન્સ્યોરન્સની પુરે પુરી રકમ મળી રહે તેવા પ્રયાસો કરાશે, એની માટે કલેકટર તરીકે મારે જે જરૂરી કાર્યવાહી કરવાની હોય તે કરી આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બ્રિજ પર લટકી રહેલી ટેન્કરનો નિકાલ કંઇ રીતે કરવો તે માટે વડોદરા R & B વિભાગની મિકેનિલ, ટેકનિકલ અને એક્સપર્ટની ટીમો આજે સ્થળ પર પહોંચી છે. આ આખો મામલો ટેકનિકલ હોવાથી તેનું નિરાકણ ટેકનિકલી જ લાવી શકાશે, ટેન્કર કાઢવા માટે હાઇ સ્પીડ રેલવે, આર્મી અને એલ.એન્ડ.ટી પાસેથી પણ ઓપીનિયન લીધા હતા. જેમાં હાલના સમયે બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને બહાર કાઢવા માટે કોઇ પણ વજનદાર ક્રેઇનનો ઉપયોગ કરવો જોખમી સાબીત થઇ શકે છે. જેથી આર એન્ડ બી વિભાગની મિકેનિકલ, ટેકનિકલ અને એક્સપર્ટ ટીમ આગામી એક બે દિવસમાં કોઇ ચોક્કસ નિર્ણય કરશે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
