Monday, August 18, 2025 9:12 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    CM ભુપેન્દ્ર પટેલ સાહેબ ગંભીરા બ્રિજ પર હદની લડાઇમાં આ ટેન્કર હજી લટકી રહીં છે

    Updated : July 20, 2025 04:05 pm IST

    Jitendrasingh rajput
    CM ભુપેન્દ્ર પટેલ સાહેબ ગંભીરા બ્રિજ પર હદની લડાઇમાં આ ટેન્કર હજી લટકી રહીં છે

    મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 11 દિવસ થયા છે. છતાંય લાપતા યુવકનો મૃતદેહ મળ્યો નથી, આ સાથે બ્રિજ પર લટકી રહેલી ટેન્કર વડોદરા અને આણંદની હદની લડાઇમાં હજી લટકી રહીં છે. ત્યારે આ ટેન્કરના માલિકે પોતાની રજૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી પહોંચે એ માટે મીડિયા માધ્યમોને પોતાની આપવિતી જણાવી હતી.

    પરંતુ હજી સુધી આ મામલે કોઇ સંતોષકારક પગલા લેવામાં આવ્યાં નથી, ત્યારે યુગ અભિયાન ટાઇમ્સ રાજ્યના મુખ્યમંત્રીને આ સમાચાર માધ્યમથી કહેવા માંગે છે કે, સાહેબ હવે તમારે જ એક્શન મોડમાં આવવું પડશે, તો જ આ તંત્ર કામગીરી કરશે. ગત તા. 9 જુલાઇની સવારે સાડા સાતથી પોણા આંઠ વાગ્યાની અચાનક મુજપુર-ગંભીરા બ્રિજ તુટી પડતા 21 નિર્દોષો મોતને ભેટ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધી નરસિંહપુરા ગામમાં રહેતા વિક્રમ પઢીયારનો મૃતદેહ હજી સુધી તંત્ર શોધી શક્યું નથી. ત્યારે બીજી બ્રિજ પર લટકી રહેલી ટેન્કર સમગ્ર દુર્ઘટનામાં ચર્ચાનો વિષય બનયો હતો. અનેક લોકોના મનમાં સવાલો હતા કે, આ ટેન્કરનો ડ્રાઇવર જીવીત છે કે કેમ ? ટેન્કરનો માલિક કોણ છે ? તો આવા તમામ સવાલોના જવાબ બે દિવસ અગાઉ યુગ અભિયાન ટાઇમ્સે આપ્યાં હતા.

    યુગ અભિયાન ટાઇમ્સ દ્વારા ટેન્કરના ચાલક રવિન્દ્ર કુમાર અને ટેન્કર માલિક રામાશંકરની વાત સરકાર સુધી પહોંચડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘોર નિંદ્રમાં રહેલા અધિકારીઓની હજી સુધી ઊંઘ ઉડી નથી અને વડોદરા-આણંદની હદની લડાઇમાં ટેન્કર હજી એજ સ્થિતિમાં લટકી રહીં છે. ત્યારે યુગ અભિયાન ટાઇમ્સ રાજ્યના મૃદુ અને મક્કમ પ્રજાની પડખે ઉભા રહેનાર એવા રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માંગે છે કે, સી.એમ ભુપેન્દ્ર પટેલ સાહેબ હવે તમારે જ એક્શન મોડમા આવવું પડશે, તો જ આ તંત્રની ઊંઘ ઉડશે અને શિવમ રોડ લાઇન્સને ટેન્કર પરત મળશે. આશા રાખીયે છે કે, રાજ્યના મુખ્યમંત્રી આ સમાચાર વાંચ્યા બાદ વડોદરા અથવા આણંદ કલેકટર કચેરીને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપશે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    CM ભુપેન્દ્ર પટેલ સાહેબ ગંભીરા બ્રિજ પર હદની લડાઇમાં આ ટેન્કર હજી લટકી રહીં છે | Yug Abhiyaan Times