Monday, August 18, 2025 9:10 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરામાં પેટ્રોલપમ્પ માલિકનો પરિવાર સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ, 6 કરોડનું દેવું કે પછી ભાગીદારી, કારણ અકબંધ

    મોટા ભાઈએ પેટ્રોલ પંપનો 51ટકાનો ભાગ નહીં છોડતા નાના ભાઈએ પરિવાર સાથે કર્યું વિષપાન.

    Updated : July 22, 2025 05:42 pm IST

    Jitendrasingh rajput
    વડોદરામાં પેટ્રોલપમ્પ માલિકનો પરિવાર સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ, 6 કરોડનું દેવું કે પછી ભાગીદારી, કારણ અકબંધ

    માણસ જ્યારે ચારેય તરફથી ઘેરાય જતો હોય અને તેની પાસે કોઇ જ વિકલ્પ ન બચે ત્યારે તેના મનમાં છેલ્લો વિચાર આપઘાતનો જ આવતો હોય છે. પરંતુ આપઘાત કરી લેવો સમસ્યાનો કોઇ અંત નથી, સમસ્યા કોઇ પણ હોય તેનું સમાધાન હોય જ છે. પરંતુ એવી કંઇ ક્ષણ હતી કે, વડોદરાના દેવડા પરિવારએ જંતુનાશક દવા ગટગટવી સામૂહીક આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



    શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા જલાનંદ ટાઉનશીપ નજીક આવેલી એક જાણીતી સોસા.માં રહેતા અને પેટ્રોપંપ ધરાવતા ઉધ્યોગપતિએ સહિત પરિવારના પાંચ સભ્યોએ જંતુનાશક દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કરતો હતો. જોકે સદનસીબે સમયસર હોસ્પિટલ પહોંચી જતા સયાજી હોસ્પિટલમાં તેઓને સારવાર આપવામાં આવી રહીં છે.



    આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એન પરમારે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીના પ્રાથમિક તપાસમાં પેટ્રોલપમ્પના માલિકને રૂ. 6 કરોડનું દેવું થઇ ગઇ હતું. જેમાં બેન્ક લોન અને કેટલાક લોકોની પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા. દેવું થઇ ગયું હોવાથી આખો પરિવાર છેલ્લા એક વર્ષથી ટેન્શનમાં હતો. તેવામાં આખા પરિવારે જંતુનાશક દવા પાણીમાં નાખી પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાણીમાં દવા નાખીને પીધી હોવાથી તેની અસર ઓછી થઇ હતી. જેથી પરિવારના તમામ સભ્યો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી રજા મળ્યાં બાદ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પુછતાછ કરવામાં આવશે.



    સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પેટ્રોલપમ્પમાં તેઓ 49 ટકા ભાગીદારી ધરાવે છે, આશરે બે ત્રણ દિવસ અમદાવાદ ખાતે એક મિટીંગ મળી હતી. જેમાં પેટ્રોલપમ્પની ભાગીદારીને લઇ ચર્ચા થઇ હતી. જોકે આ મિટીંગનું સુખઃદ અંત ન આવતા આખરે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો ? જોકે આ મામલે પોલીસ તપાસ બાદ જ ચોક્કસ કારણ બહાર આવી શકશે.




    પરિવારે સામૂહિક આપઘાત કરતા પહેલા વિચાર કર્યો હશે કે, પરિવારનો એક પણ સભ્યો બચી જશે તો તેને આર્થીક સંકળામણનો સામનો કરવો પડશે, રૂ. 6 કરોડનું દેવુ એ કંઇ રીતે ચુંકવશે, લોકોના ટોણા સાંભળવા પડશે, જેવી પરિસ્થિતિ સર્જાઇ ના એટલે આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન પરમારે વાત કરતા જણાવ્યું કે, ગત તા. 21 જૂલાઇની બપોરે 4 વાગ્યાની આસપાસ પરિવારે પોતાના ઘરે જંતુનાશક દવા પાણીમાં ભેળવી પી લીધી હતી. ત્યારબાદ આખો પરિવાર કારમાં પોતાના વતને જવા નિકળ્યા હતા. દરમિયાન જરોદથી તેઓ કાર લઇને સયાજી હોસ્પિટલ પહોંચ્યાં હતા, અને દવાખાના વર્દી મળતા જવાહરનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    વડોદરામાં પેટ્રોલપમ્પ માલિકનો પરિવાર સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ, 6 કરોડનું દેવું કે પછી ભાગીદારી, કારણ અકબંધ | Yug Abhiyaan Times