Sunday, August 3, 2025 2:49 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    4 તોલા વજનની બુટ્ટીઓ ભરેલું બોક્સ ચોરીને ફરાર થઇ ગયો ગઠિયો.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી

    ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો વડોદરાની જ્વેલરી શોપમાંથી 4 તોલા વજનની બુટ્ટીઓની ઉઠાવી ગયો

    Updated : August 02, 2025 02:02 pm IST

    Jitendrasingh rajput
    4 તોલા વજનની બુટ્ટીઓ ભરેલું બોક્સ ચોરીને ફરાર થઇ ગયો ગઠિયો.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી

    વડોદરાના જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયો દુકાનદાર મહિલાની નજર ચૂકવીને 4 તોલા વજનની બુટ્ટીઓ ભરેલું બોક્સ ચોરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

     ફતેપુરા મેન રોડ ખુશ્બુ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા ખુશ્બુબેન સુમુખભાઇ ગોસાવીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે પોણા છ વાગ્યે મારી દુકાને બે વ્યક્તિઓ બાઇક લઇને આવ્યા હતા. મારી દુકાન પાસે બાઇક પાર્ક કરીને એક વ્યક્તિ અંદર આવ્યો હતો. તેણે ચાંદીની ચેન તથા સોનાનું પેન્ડલ જોવા માંગતા મેં બતાવ્યા હતા. તે ભાવતાલ કરતો હતો. તે દરમિયાન બહાર ઉભેલા વ્યક્તિએ સોનાની બુટ્ટીઓ અંગે પૂછ્યું હતું. ત્યારબાદ દુકાનમાં આવેલા વ્યક્તિ સાથે ચાંદીની ચેન અને સોનાના પેન્ડલની કિંમત 4,860 રૂપિયા નક્કી કરી હતી. તેણે 500 નું બન્ડલ કાઢી તેમાંથી 500 ની એક નોટ આપી આ વસ્તુઓ ફાઇનલ કરો તેવું કહ્યું હતું. પરંતુ મેં 500ની નોટ લીધી નહતી. જેથી તેઓ જતા રહ્યા હતા.

    ત્યારબાદ મેં ટેબલનું ડ્રોવર ખોલતા તેમાંથી એક બોક્સ ગાયબ હતું. મેં સીસીટીવી ચેક કરતા ગ્રાહકના સ્વાંગમાં આવેલો આરોપી મારી નજર ચૂકવીને બોક્સ લઇ ગયો હોવાનું દેખાયું હતું. જે બોક્સમાં ચાર તોલા વજનની બુટ્ટીઓ હતી. પોલીસે ચાર તોલા વજનની બુટ્ટીઓની કિંમત માત્ર 2.80 લાખ ગણી છે. જ્યારે હાલમાં એક તોલા વજનના સોનાનો ભાવ અંદાજે 1 લાખ છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    4 તોલા વજનની બુટ્ટીઓ ભરેલું બોક્સ ચોરીને ફરાર થઇ ગયો ગઠિયો.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી | Yug Abhiyaan Times