Monday, August 18, 2025 9:12 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    પંજાબના ફિરોજપુરના નસેડી ગુરજીતસિંગની ભરૂચ પોલીસે કરી ધરપકડ

    નશામાં આરોપી રેન્ડમ કોલ લગાવી વિકૃતિ સંતોષતો

    Updated : August 12, 2025 03:06 pm IST

    Jitendrasingh rajput
    પંજાબના ફિરોજપુરના નસેડી ગુરજીતસિંગની ભરૂચ પોલીસે કરી ધરપકડ
    ભરૂચ જિલ્લાની 40 થી વધુ આંગણવાડી બહેનોને રાતે ન્યૂડ વિડીયો કોલ કરનાર ઉડતા પંજાબના નસેડીની પોલીસે ફિરોઝપુરથી ઉઠાવી લીધો છે.

    ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરતી 50 થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસે ન્યુડ વિડીયો કોલ કરનાર આરોપીની પંજાબથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ, વાલીયા અને જંબુસર તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી હતી.



    માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે,બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્ર્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાતા તેઓ દ્વારા ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ શરૂ કરી હતી. ન્યુડ વિડીયો કોલ પંજાબથી આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એક ટીમ પંજાબ રવાના કરી હતી. પંજાબના ફિરોજપુર ખાતેથી ગુર્જિતસિંગ રાયસીંગ નામના આરોપીની ધરપકડ કરી હતી.

    નસેડી ગુરજીતસિંગ નશાની હાલતમાં રેન્ડમ નંબરના આધારે મહિલાઓને ન્યુડ વિડિયો કોલ કરતો હતો અને તેની માનસિક વિકૃતિ સંતોષતો હતો. એક નંબર પર ન્યુડ વિડિયો કોલ કર્યા બાદ તેની પાછળના નંબર બદલીને અને તબક્કાવાર આ પ્રકારના કોલ કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા સાથે આગળની તપાસ હાથ ધરી છે.
    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.