માં બાપ માટે ચોંકાવનાર કિસ્સો...એવીએટર ગેમની લતમાં યુવકે રૂપિયા હારી જતા જીવન લીલા સંકેલી.
રૂપિયા કમાવવા એવીએટર ગેમ રમ્યો.હારી જતા હતાશા માં 21 વર્ષીય યુવકે જીવન લીલા સંકેલી.
Updated : July 24, 2025 04:28 pm IST
Jitendrasingh rajput
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાસણા ગામે મોબાઈલમાં ઓનલાઈન એવીએટર નામની ગેમ રમતા રૂપિયા હારી જતા 21 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
સમગ્ર દુનિયામાં અનેક યુવાનો રૂપિયા કમાવા માટે ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં આવીને લાખોના દેવામાં ડૂબી જઇને મોતને વહાલું કરવાના અનેક બનાવો નોંધાયા છે.ત્યારે આવો જ એક કિસ્સો આમોદ તાલુકાના વાસણા ગામમાં સામે આવ્યો છે.જેની મળતી વિગતો અનુસાર વાસણા ગામમાં રહેતા 21 વર્ષીય રાહુલ કુમાર રાજુભાઈ વસાવા નામના યુવક મોબાઈલમાં એવીએટર નામની ઓનલાઇન ગેમ રૂપિયા કમાવવા માટે રમતો હતો.
જોકે રાહુલ ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયો હતો.જેથી આર્થિક નુકશાનીથી હતાશ થઈને તેણે પોતાના ઘરમાં જ દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ થતા જ પરિવારજનો રાહુલને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.યુવાન પુત્રના મોતના કારણે પરિવાર જનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતા તેઓ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
