Updated : June 30, 2025 04:19 pm IST
Bhagesh Pawarસુરત પોલીસને મોટી સફળતા મળી છે જેમાં, સરથાણા વિસ્તારમાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ છે. જે અસલી સોનાના હોલમાર્કા સાથે ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના વેચતા હતા. આ મામલે પોલીસે 12 શખસોની ધરપકડ કરી છે. પોલીસે ચેન, હોલમાર્કનો સિક્કો, ચેન બનાવવાનું મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સોનાનાં આકર્ષણ સામે લોકો આંધળા બનીને ઘરેણાંની ખરીદી કરતા હતા. જોકે, લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદનાં આધારે ગેંગની ધરપકડ કરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાંથી હોલમાર્ક ખરા પરંતુ તેમા ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના બનાવતુ કારખાનું ઝડપાયું છે. આ કારખાનામાં ઉત્પાદિત થતા દાગીના ઉપર 100% શુદ્ધનો સિક્કો મારીને તેમાં માત્ર 23 % ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો લગાવીને વેચાણ કરતા હતા. આ અંગે પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા જ્વેલરી સ્ટોરમાં નકલી સોનાની ચેઈન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું નકલી જણાતા તેણે પોલીસને જાણ કરી હતી.
આ ઘટના મામલે પોલીસ વિભાગે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ વેલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યા ઘરમાં જ અસલી સોનાના નામે ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના બનાવતા હતા. પોલીસે સ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન, અને હોલમાર્કના સિક્કા સહિતની સામગ્રી જપ્ત કરીને કુલ 12 આરોપીઓની ધરપકડ છે.
આ સમગ્ર મામલે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી વિવેક સોની સહિત 12 લોકો સાથે મળી ભેળસેળયુક્ત સોનુ બનાવતા હતા. એક મહિનાથી આ કારખાનું ચલાવવામાં આવતું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ