Monday, August 18, 2025 9:10 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સ્ટેટ મોનીટરીંગ સેલના PIના વૃદ્ધ માતા-પિતાની ક્રૂર હત્યાઃ લૂંટારુઓએ કડા માટે માતાના પગ કાપી નાંખ્યા, પિતાને ઊંઘમાં ખાટલા પર જ મોતને ઘાટ ઉતાર્યા

    લૂંટારાઓએ બંનેના ચહેરા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યા, માતાના પગ કાપી કડલાં લૂંટ્યાં

    Updated : June 19, 2025 04:24 pm IST

    Raj
    સ્ટેટ મોનીટરીંગ સેલના PIના વૃદ્ધ માતા-પિતાની ક્રૂર હત્યાઃ લૂંટારુઓએ કડા માટે માતાના પગ કાપી નાંખ્યા, પિતાને ઊંઘમાં ખાટલા પર જ મોતને ઘાટ ઉતાર્યા

    લૂંટારાઓએ બંનેના ચહેરા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યા, માતાના પગ કાપી કડલાં લૂંટ્યાં


    Yug Abhiyaan Times : બનાસકાંઠા જિલ્લાથી ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના PIના વૃદ્ધ માતા-પિતાની ક્રૂર હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા લૂંટારુઓએ બંનેના ચહેરામાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરી ચીરી નાખ્યા હતા. આ સાથે PIના માતાએ પગમાં પહેરેલ કડલાની લૂંટ કરવા આ નરાધમોએ તેમના પગ જ કાપી નાખ્યા હતા. ડબલ મર્ડરની આ ઘટનાઆને લઈ પોલીસ તંત્રમાં દોડધામની સ્થિતિ બની છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.


    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી એક દર્દનાક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર અજમલ ચૌધરીના માતા હોશીબેન અને પિતા વરધાજી ચૌધરીની દર્દનાક હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ઇસમોએ વરધાજી ચૌધરી અને તેમના પત્ની હોશીબેન ચૌધરીની કરપીણ હત્યા કરી હોવાની વાત સામે આવતા ગામમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે.


    મળતી વિગતો મુજબ જસરામાં આજે સવારે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર અજમલ ચૌધરીના ખેતરમાં કામ કરતો ભાગીદાર તેમના ઘરે પહોંચ્યો ત્યારે આ હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં ઘરના આંગણામાં ખાટલામાં બંનેના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળતા પોલીસને જાણ કરાઇ હતી. આ તરફ જસરા ગામે ડબલ મર્ડરની ઘટના અંગે જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસકર્મીઓ, ડૉગસ્ક્વૉડ, FSLની ટીમ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી.


    આ ડબલ મર્ડરની ઘટનાને લઈ બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારા આગથળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જસરા ગામે આવેલ સીમાડામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. આ બનાવમાં વરધાજી મોતીજી પટેલ અને તેમના પત્નીની હત્યા કરવામાં આવી છે. વરધાજીનો પુત્ર અજમલ ચૌધરી પોલીસ ઈન્સપેક્ટર છે. મર્ડરમાં પ્રાથમિક વિગત એવી મળી છે કે, લૂંટારુ મહિલાના પગ કાપી કડલા કાપી લૂંટી ગયા છે. તેમજ કાનની બુટ્ટીઓ પણ કાપીને લઈ ગયા છે તથા ઘરમાં તિજોરી પણ તોડેલી છે. પ્રાથમિક દ્ર્ષ્ટિએ એવું માની શકાય કે જે ઈસમો આવેલા હતા તેને ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે. અમે આ મામલે અલગ અલગ મોડસ ઓપેરન્ડીથી કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કોઈ ગેંગ છે કે જે કોઈ વિસ્તારમાંથી આવીને અંજામ આપતી હોય છે. તેના પર કામ કરી રહ્યા છીએ.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    સ્ટેટ મોનીટરીંગ સેલના PIના વૃદ્ધ માતા-પિતાની ક્રૂર હત્યાઃ લૂંટારુઓએ કડા માટે માતાના પગ કાપી નાંખ્યા, પિતાને ઊંઘમાં ખાટલા પર જ મોતને ઘાટ ઉતાર્યા | Yug Abhiyaan Times