ચોમાસાનો બીજો રાઉન્ડ થશે શરૂ : 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
Updated : July 11, 2025 08:30 pm IST
Bhagesh pawar
સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના દેડીયાપાડા, પંચમહાલના જાંબુઘોડા, રાજકોટના જામકંડોરાણા, ઉપલેટા, જામનગરના ધ્રોલ, કચ્છના મુંદ્રા સહિત 60 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી 17 જુલાઈ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 14 જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 12-13 જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
14-15 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત 11થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે 16-17 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને 24 કલાક બાદથી રાજયમાં વરસાદી માહોલ જામશે, હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
