Saturday, August 2, 2025 3:51 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વિદેશ રાખડી મોકલાવવા પોસ્ટ ઓફિસમા ખાસ વ્યવસ્થા...

    રાખડી અને મીઠાઈના બોક્સ અને પેકીંગની સુવિધા પણ કરાઈ...

    Updated : July 30, 2025 04:04 pm IST

    Sushil pardeshi
    વિદેશ રાખડી મોકલાવવા પોસ્ટ ઓફિસમા ખાસ વ્યવસ્થા...

    આગામી 9 ઑગષ્ટના રોજ રક્ષાબંધન નો ત્યોહાર છે. ત્યારે ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકના પર્વ રક્ષાબંધનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વિદેશમાં રહેતા ભાઈને પોસ્ટથી સમયસર રાખડી મળી જાય તે માટે પોસ્ટ ઓફિસમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડે છે. જે માટે પોસ્ટ વિભાગ દ્વારા રાજ્યની તમામ પોસ્ટ ઓફિસે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે.



    ત્યારે વડોદરા પોસ્ટ ઓફિસમાં પણ આ વ્યવસ્થા ગોઠવાઈ છે. જે અંગે માહિતી આપતા વડોદરા રાવપુરા GPO ના સિનિયર પોસ્ટ માસ્ટર એસ.કે ઓઝા એ માહિતી આપતા જણાવ્યું હતું કે પોસ્ટ મારફતે ઇન્ટરનેશનલ ટ્રેક્ટ પેકેટ સર્વિસ (ITPS ) હેઠળ 46 દેશોમાં રાખડી અને મીઠાઈ મોકલવા માટે રાવપુરા GPO માં ખાસ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વિદેશ રાખડી અને મીઠાઈ મોકલવા માટે અલાયદું કાઉન્ટર ઉભું કરાયુ છે. જે કાઉન્ટર પર રાખડી અને મીઠાઈના બોક્સ અને પેકીંગની સુવિધા પણ કરવામાં આવી છે. વિવિધ દેશોમાં પાર્સલ મોકલાવવા માટે રૂ.218 થી રૂ. 472 સુધીના ભાવ નક્કી કરાયા છે.



    આવામાં રાવપુરા GPO ખાતેથી જ 21 જૂન થી શરુ કરાયેલ આ વ્યવસ્થામાં અત્યાર સુધી આશરે 3000 થી વધુ પેકેટ મોકલાઈ દેવાયા છે. જયારે જેમ જેમ રક્ષાબંધન નજીક આવી રહી છે તેમ તેમ રાવપુરા GPO સહિતની શહેરની પોસ્ટ ઓફિસો પર ધસારો વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા લોકોની સગવડતા ને ધ્યાને રાખી તમામ વ્યવસ્થા ગોઠવવાની કાર્યવાહી કરાઈ રહી છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.