Monday, August 18, 2025 9:11 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ડીજીપી તરીકે વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું..

    અનેક અટકળો બાદ વિકાસ સહાયને એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવાયો

    Updated : June 30, 2025 09:31 pm IST

    Bhagesh Pawar
    ડીજીપી તરીકે વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું..

    ગુજરાત રાજ્યનાં ડીજીપી તરીકે હજુ છ મહિના સુધી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આજે તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા. તેઓના વિદાય સમારંભની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી તેવામાં સરકાર દ્વારા તેઓને એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 



    ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થવાના હતા તેઓને ડીજીપી તરીકે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે તેવી અટકળો ચાલી રહી હતી. ગૃહ વિભાગમાં આઈપીએસ માં સૌથી ઊંચો હોદ્દો હોય છે ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) નો એટલે રાજ્યના પોલીસ વડા. આજે 30 જૂન 2025 ના રોજ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા, ત્યારે નવા ડીજીપી કોણ બનશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. સરકારે પણ પાંચ અધિકારીની યાદી કેન્દ્ર સરકારમાં મોકલી આપી હતી. સામાન્ય રીતે સિનિયર અધિકારીઓ પણ ડીજીપી બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. 


    વિકાસ સહાયની સિન્યોરીટી અનુસાર ડૉ. કે એલ એન રાવ અને તેમના બાદ સરકારની નજીક ગણાતા જીએસ મલિક (અમદાવાદ શહેર પોલીસ કમિશનર) ને ડીજીપી બનાવી શકાય એવી શક્યતાઓ સેવાઈ રહી હતી. આ બે અધિકારીઓ માટે વધારે અટકળો ચાલી રહી હતી. પણ બીજા અધિકારીઓના નામ પણ ચર્ચા રહ્યા હતા. આ દરમિયાન વર્તમાન ડીજીપી વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું

    છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.