Monday, August 18, 2025 9:12 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    રાજપીપળામાં ભૂગર્ભ ગટરની એજન્સી બદલાતા બાકી રહેલા કનેક્શન માટે ખર્ચના રૂપિયા માંગતા નારાજગી

    શરૂઆતમાં ભૂગર્ભ કનેક્શન મફત આપવાની પાલિકાએ જાહેરાત કરી હતી અને જે કનેક્શન થયા તે મફત કર્યા પરંતુ બાકી રહી ગયેલા પાસે હવે રૂપિયા માગવામાં આવતા રોષ

    Updated : June 20, 2025 03:18 pm IST

    Bhagesh Pawar
    રાજપીપળામાં ભૂગર્ભ ગટરની એજન્સી બદલાતા બાકી રહેલા કનેક્શન માટે ખર્ચના રૂપિયા માંગતા નારાજગી

    ભરત શાહ, નર્મદા


    રાજપીપળા ખાતે ભૂગર્ભ ગટર લાઇન બાબતે રહી ગયેલા બાકી કનેક્શન માટે રૂપિયાની માંગણી કરાતા લોકો માં નારાજગી જોવા મળે છે . મળતી વિગતો અનુસાર રાજપીપળા માં શરૂઆત માં જ્યારે ભૂગર્ભ ગટર લાઇન નાખવાની શરૂઆત થઈ ત્યારે પાલિકા દ્વારા દરેક ઘર વાળા ને મફત કનેક્શન આપવાની જાહેરાત કરાઈ હતી અને અત્યારસુધી કનેકશન મફત આપ્યા પણ ખરા પરંતુ હજુ કેટલાક વિસ્તારો માં અમુક ઘર ના કનેક્શન બાકી રહી ગયા છે અને શરૂઆત ની એજન્સી બદલાઈ ગઈ હોય હવે બાકી કનેક્શન નાંખવા માટે રૂપિયા 3000 કે કોઈના દૂર કનેક્શન હોય તો વધુ રૂપિયા ની માંગણી થતા લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    એજન્સી બદલાઈ તેમાં રહી ગયેલા બાકી કનેક્શન વાળા નો શું વાંક..? શરૂઆત માં મોટાભાગના કનેક્શન મફત માં આપ્યા તો જે ઘરો બાકી છે તેમાં કનેક્શન નહીં આપ્યા હોય અને હવે એજન્સી બદલાઈ જતા રૂપિયા ની માંગણી કરાઈ તો આ વાત કેટલા અંશે વ્યાજબી કહેવાય. રાજપીપળા નગરપાલીકા ના હોદ્દેદારો અને જે તે વોર્ડ ના સભ્યો આ બાબતે યોગ્ય પગલા લઈ હાલ ની એજન્સી ને મફત કનેક્શન આપવા જણાવે તેવી માંગ છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.