Updated : June 19, 2025 07:14 pm IST
Bhagesh Pawarભરત શાહ, નર્મદા : તા. ૧૯
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કોઠી ગામમાં દીકરીએ પ્રેમ લગ્ન કરતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા સામ સામી ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ ફરિયાદ દીલીપભાઈ કાળાભાઇ તડવી, રહે પટેલ ફળીયુ કોઠી (કેવડીયા) ગામ. તા. ગરુડેશ્વર નાઓ એ આપી હોય જેમાં જણાવ્યા મુજબ તેમની દીકરી શિવાનીબેન એ હરેશભાઇ ઉર્ફે જિગ્નેશ નરહરીભાઇ તડવી સાથે પ્રેમલગ્ન કરી લિધેલ હોય જેથી દિલીપભાઈ એ તેમની દીકરીને જણાવેલ કે તે કેમ તારી મરજી થી લગ્ન કરી લિધા છે તેવુ કહેતા હરેશભાઇ એકદમ ઉશકેરાઇ જઇ ગાળો બોલી તેના હાથમાની લાકડી માથામાં પાછળના ભાગે ડાબી બાજુ મારી દઇ ઇજા કરી ફરી. નીચે પડી જતા વિમલભાઇ નરહરિભાઇ તડવી એ દિલીપભાઈ ને લાકડી મારી જમણા હાથે ફ્રેકચર કરી તથા મંજુલાબેન નરહરિભાઇ તડવી એ ગડદાપાટુનો માર મારી તથા તેજલબેન વિમલભાઇ તડવીએ ગાળો બોલી ત્યારબાદ અશ્વિન ભાઇ નમાભાઇ તડવી તથા કપીલાબેન અશ્વિનભાઇ તડવી નાઓ દિલીપભાઈ ને વધુ માર માથી છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર મારી જતા જતા કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છે અને હવે પછી મળીશ તો જાન થી મારી નાખીશુ તેવી ધમકી આપી એક બીજાની મદદગારી કરી હતી.
જ્યારે બીજી ફરિયાદ હરેશભાઇ ઉર્ફે જિજ્ઞેશભાઈ નરહરિભાઈ તડવી, રહે. પટેલ ફળીયુકોઠી (કેવડીયા) ગામ. તા. ગરુડેશ્વર ના જણાવ્યા મુજબ દીલીપભાઈ કાળાભાઇ તડવીની દીકરીએ હરેશભાઈ સાથે પ્રેમલગ્ન કરી લિધેલ હોય જેથી તેમની દીકરીને જણાવેલ કે તેં કેમ તારી મરજી થી લગ્ન કરી લિધા છે તેવુ જણાવી અને દિલીપભાઈ તથા તેમના ઘર ના સભ્યો ને ગમે ગાળો બોલી લાકડી માથામાં ભાગે મારી ઇજા કરી તથા વિમલ ભાઇ ને લાકડી મારી ઇજા કરી ઝવેરભાઈ કાળાભાઇ તડવી તથા ભાનુભાઇ ઝવેરભાઇ તડવી અને કપિલાબેન અશ્વીનભાઇ તડવીતમામ રહે.પટેલ ફળીયુ કોઠી (કેવડીયા)ગામ. તા.ગરુડેશ્વર એ એ ગાળો બોલી શીવાનીબેન એ વાળ પકડી ગેબી માર મારી એકબીજા મદદગારી કરતા એકતાનગર બંને ની ફરિયાદ લઈ કુલ આઠ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ