Monday, October 6, 2025 11:38 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ વડોદરા–કઠાણા મેમૂ ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગ

    વડોદરા–કઠાણા મેમુ ટ્રેન ફરી શરુ થાય તો હજારો લોકોને મળશે રાહત..

    Updated : August 02, 2025 05:31 pm IST

    Sushil pardeshi
    ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ  વડોદરા–કઠાણા મેમૂ ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગ

    પાદરા અને બોરસદ ને જોડતા ગંભીરા નદી પર આવેલા બ્રિજ ગત 9મી જુલાઈના રોજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના સર્જાતા માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવો પડ્યો હતો. જેના કારણે પાદરા અને બોરસદ વચ્ચે રોજિંદા આવનજાવન કરતા કારખાનાઓના કામદારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ગંભીર મુશ્કેલી ઉભી થઈ છે. બ્રીજની આસપાસ આવેલ કંપનીઓમાં સંખ્યાબંધ કામદારો આ બ્રીજ પર થી આવન જાવન કરતા હતા. પરંતુ આ હોનારત બાદ વાહનવ્યહાર ખોરવાયો છે. હવે આ લોકોને રોજ આશરે ચાલીસ કિલોમીટરથી વધુ રસ્તો કાપી ફરીને આવવુંજવું પડી રહ્યું છે. જેને લઈને સમય અને પૈસા બંનેનો વધુ ખર્ચાઈ રહ્યા હોય લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ વ્યાપ્યો છે.



    આ મામલાને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે મંડળના ડીઆરએમ રાજુ ભડકેના અધ્યક્ષતામાં યોજાયેલી રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકમાં વડોદરા–કઠાણા વચ્ચે ચાલતી મેમૂ ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ વડોદરા–કઠાણા મેમૂ ટ્રેન કોરોના મહામારી પૂર્વે નિયમિત રીતે કાર્યરત હતી. પરંતુ કોઈ કારણોસર કોરોના કાળ બાદ બંધ કરી દેવાઈ છે. જે હવે ગંભીરા બ્રીજ તૂટી જતા વડોદરા–કઠાણા મેમુ ટ્રેન ચાલુ કરવા લોકમાંગ ઉઠવા પામી છે.

    જો આ વડોદરા–કઠાણા મેમુ ટ્રેન ફરી શરુ થાય તો પાદરાના ઉદ્યોગો અને સ્કૂલો-કોલેજોમાં જતા હજારો લોકો માટે સરળ અને પરવળે તેવું પરિવહન ઉપલબ્ધ થશે. ત્યારે રેલવે સમિતિએ આ માંગને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન પણ આપ્યું છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ વડોદરા–કઠાણા મેમૂ ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગ | Yug Abhiyaan Times