Monday, August 18, 2025 9:11 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત.

    Updated : August 09, 2025 02:30 pm IST

    Sushil pardeshi
    વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત.

    પાવીજેતપુર તાલુકાના વાંકી ગામ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે સરકારી એસ.ટી. બસો સામસામે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બસની પાછળ આવી રહેલી એક ઈકો ગાડીને પણ નુકસાન થયું હતું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બસને મોટું નુકસાન થયું હતું. બસની પાછળ ચાલી રહેલી ઈકો કાર પણ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનામાં બસમાં સવાર કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


    આજે સવારે લગભગ ૭:૩૦ વાગ્યાની આસપાસ, છોટાઉદેપુરથી રાધનપુર જઈ રહેલી અને પાલનપુરથી છોટાઉદેપુર આવી રહેલી બે બસો વાંકી ગામના ત્રણ રસ્તા પાસે સામસામે અથડાઈ. આ વિસ્તારમાં સિહોદ ગામનો બ્રિજ તૂટી જવાથી વાહનવ્યવહાર આ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ વધારે રહે છે. અકસ્માત બાદ બંને બસો રસ્તા વચ્ચે ઊભી રહી જતાં લગભગ ૨ કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો લાગી જતાં વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર વૈકલ્પિક માર્ગો પર સલામતીના પ્રશ્નો ઊભા કર્યા છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત. | Yug Abhiyaan Times