Monday, August 18, 2025 9:05 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ભરૂચ આશ્રય રોડ પર સફાઈ અભિયાનના ધજાગરા : કચરાના સામ્રાજય થી રોગચાળાની દહેશત

    સડી ગયેલા કચરાના ઢગલા થી દુર્ગંધ યુક્ત વાતાવરણ રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું

    Updated : July 08, 2025 05:20 pm IST

    Bhagesh pawar
    ભરૂચ આશ્રય રોડ પર સફાઈ અભિયાનના ધજાગરા : કચરાના સામ્રાજય થી રોગચાળાની દહેશત

    વિરલ ગોહિલ, ભરૂચ 

                                                  

    ભરૂચ રેલ્વે સ્ટેશન તરફ જતા આશ્રય રોડ પર પાછલા એક મહિનાથી કચરાના ઢગલા વહીવટી તંત્ર દ્વારા ઉઠાવવામાં નહીં આવતા ગંદકીના સામ્રાજયથી દસ થી વધુ સોસાયટીના રહિશો અને રોડ પર થી અવર જવર કરતા લોકો દુર્ગંધ થી ત્રાહિમામ પુકારી તંત્ર દ્વારા સડી ગયેલા દુર્ગંધ યુક્ત કચરાના ઢગલાને વહેલી તકે હટાવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.


    આશ્રય રોડ પર કચરાના ઢગલા પર વરસાદ પડતાં કચરો દુર્ગંધ યુક્ત બનતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રહિશોમાં રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. તો બીજી બાજુ કોહવાઈ ગયેલો જીવડાં સહિતનો કચરો રખડતા ઢોરો આરોગી રહ્યા છે.જેથી પશુઓ પણ ગંભીર પ્રકારની માંદગીમાં સંપડાઈ જશે એવી ભીતી સેવાઈ રહી છે. આશ્રય રોડ પર આવેલ આશ્રય શોપિંગ સેન્ટરના દુકાનદારો અને લારી ગલ્લા ચલાવનારા જાહેર રોડ પર કચરો ફેકી ગંદકી ફેલાવી રહ્યા હોવાથી તેમના ઉપર પર દંડનિય કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી રહી છે.


    સરકાર દ્વારા સફાઇ અભિયાન ચલાવવામાં આવે છે. એટલું જ નહીં સફાઈ અભિયાન પાસે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે ત્યારે શહેરના આશ્રય રોડ પર કચરાના ઢગલા થી વાતાવરણ દુર્ગંધ યુક્ત બન્યું છે.રોડ પર થી પસાર થતા લોકો દુર્ગંધ થી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.

    કચરાના ઢગલા નહીં ઉઠાવાતા તંત્ર સામે રહિશો લાલ આંખ કરી રહ્યા છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ભરૂચ આશ્રય રોડ પર સફાઈ અભિયાનના ધજાગરા : કચરાના સામ્રાજય થી રોગચાળાની દહેશત | Yug Abhiyaan Times