Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    પાનોલીની નંદીની એગ્રો સેડ નેટ કંપનીમાં દરોડો : જુગાર રમતા કંપની માલિક સાથે નવ જુગારીઓ ઝડપાયા

    પોલીસ દરોડામાં પકડાયું 9 જુગારીયા ઝડપાયા, ₹28.14 લાખનો મુદ્દામાલ કબ્જે

    Updated : August 11, 2025 04:55 pm IST

    Jitendrasingh rajput
    પાનોલીની નંદીની એગ્રો સેડ નેટ કંપનીમાં દરોડો : જુગાર રમતા કંપની માલિક સાથે નવ જુગારીઓ ઝડપાયા

    પાનોલી GIDCમાં કંપનીના માળે ચાલતું ભવ્ય જુગારધામ પોલીસ દરોડામાં પકડાયું 9 જુગારીયા ઝડપાયા, ₹28.14 લાખનો મુદ્દામાલ કબ્જે.


    અંકલેશ્વર તાલુકાના પાનોલી GIDC વિસ્તારમાં નંદીની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડીંગના ઉપરના માળે ગેરકાયદેસર જુગારધામ ચાલી રહ્યું હતું. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી કે અહીં બહારથી લોકો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો. દરોડામાં કુલ 9 જુગારીયા ઝડપાયા અને પોલીસને સ્થળ પરથી રોકડા ₹5.18 લાખ, 10 મોબાઈલ ફોન, 3 ફોર વ્હીલર કાર, અને 3 બાઈક સહિત કુલ ₹28.14 લાખનો મુદ્દામાલ કબ્જે થયો.


    ઝડપાયેલા આરોપીઓનાં નામ: 1. મેહુલ શંકરભાઈ પટેલ – શ્રી બંગલોઝ, વિઝન સ્કૂલ પાસે, અંકલેશ્વર GIDC 2. દક્ષેશ અમૃત પ્રજાપતિ 3. જયદીપસિંહ દિલીપસિંહ યાદવ 4. યોગેશ સીતારામ લીંબાલકર 5. ભદ્રેશ અનિલ પટેલ 6. અંકુર શાંતિ પટેલ 7. વિજય રણજિત પરમાર 8. ખીરાસિંધુ ઉર્ફે અજય દુહકુ પટેલ 9. સુરસંગ ઉર્ફે બાબુ જાયમલ પટેલ


    પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પાનોલી ઉદ્યોગ વિસ્તારમાં ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિના પર્દાફાશ બાદ જુગારીઓમાં ચકચાર મચી ગઈ છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.