Monday, October 6, 2025 11:43 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સાંસદની સીધી ચેતવણી,ભરૂચમાં ‘જનતા કા રાજ’ નહીં, કાયદાનો રાજ ચાલવો જોઈએ

    સાંસદ મનસુખભાઈ વસાવાનો મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર.

    Updated : August 08, 2025 03:05 pm IST

    Sushil pardeshi
    સાંસદની સીધી ચેતવણી,ભરૂચમાં ‘જનતા કા રાજ’ નહીં, કાયદાનો રાજ ચાલવો જોઈએ


    વિરલ ગોહિલ, ભરૂચ

    ઉમલ્લામાં વેપારી પર થયેલા હિંસક હુમલાએ રાજકીય પલટો લઈ લીધો છે. ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ ધનજીભાઈ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં ભાજપના જ પૂર્વ BTP નેતા પ્રકાશ દેસાઈ અને તેમની ટોળકી પર પ્રજાને રજાડવાનો ગંભીર આરોપ મૂક્યો છે.



    પત્ર મુજબ, તા. 6 ઓગસ્ટે ઉમલ્લાના વેપારી મુકેશભાઈ શાહ અને તેમના પરિવાર પર રાયસીંગપુરાના ભૂતપૂર્વ સરપંચના પુત્ર શનાભાઈ વસાવા તથા તેમના સાથીદારોે ફ્રિજ બાબતે લાકડીઓથી સખત માર માર્યો. હુમલા બાદ ઉમલ્લા પોલીસને જાણ કરાઈ, પરંતુ ફરિયાદીને 5-6 કલાક બેસાડ્યા પછી સામાન્ય ફરિયાદ નોંધાઈ. સાંસદના શબ્દોમાં “પ્રકાશભાઈ દેસાઈના દબાણને કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી.”



    સાંસદે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રકાશ દેસાઈની ટિમ "જનતા કા રાજ" નામના સંગઠન દ્વારા કાર્યક્રમો અને પ્રસંગોમાં 100-200 બાઇકો સાથે હાજરી આપી લોકોમાં ભય ફેલાવતી આવી છે. તેઓ BTPમાં હતા ત્યારે પણ પ્રજાને રજાડતા હતા અને હવે ભાજપમાં આવ્યા પછી પણ એ જ ચાલ ચાલુ છે. મનસુખભાઈએ આ મુદ્દે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાની નિષ્ક્રિયતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે ભયમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત સરકારમાં વેપારીઓને રક્ષણ મળવું જોઈએ અને આવા માથાભારે તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

    સ્થાનિક સ્તરે હવે ચર્ચા છે કે જ્યારે સત્તાધારી પક્ષના સાંસદ ખુદ પોતાના પક્ષના કાર્યકર પર જાહેરમાં આટલી ધારદાર ટીકા કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારને પગલાં ભરવા માટે કેટલો સમય લાગશે. નાગરિકોમાં સવાલ ઉઠ્યો છે. જો સાંસદની અવાજ પણ તંત્ર સુધી પહોંચતો ન હોય, તો સામાન્ય જનતા સુધી ન્યાય કઈ રીતે પહોંચશે?.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    સાંસદની સીધી ચેતવણી,ભરૂચમાં ‘જનતા કા રાજ’ નહીં, કાયદાનો રાજ ચાલવો જોઈએ | Yug Abhiyaan Times