Monday, August 18, 2025 9:09 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ઝઘડિયાના તલોદરા ગ્રામ પંચાયતની જમીન પચાવી દિવાલ બનાવી દેતા કલેકટરને ફરિયાદ કરાઈ

    Updated : July 05, 2025 05:03 pm IST

    Bhagesh Pawar
    ઝઘડિયાના તલોદરા ગ્રામ પંચાયતની જમીન પચાવી દિવાલ બનાવી દેતા કલેકટરને ફરિયાદ કરાઈ

    વિરલ ગોહિલ, ભરૂચ


    ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગ્રામ પંચાયતની અંદાજિત એક હેક્ટર ઉપર જેટલી જમીનમાં કોહલર ઈન્ડીયા કોર્પોરેશન પ્રા.લિ કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરી કંપાઉન્ડ વોલ બનાવી દેતા પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને કંપની સંચાલકો સામે લેન્ડ ગ્રેબીગની લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.


    તલોધરા ગ્રામ પંચાયતની સર્વ નંબર ૪૩૬ અંદાજિત એક હેક્ટર ગૌચરની જમીનમાં કોહલર ઈન્ડીયા કોર્પોરેશન પ્રા.લિ કંપની એ બિન અધિકૃત રીતે પચાવી પાડતા પાછલા એક વર્ષથી પંચાયત દ્વારા પચાવી પાડેલી જમીન પરત પંચાયત હસ્તક કરવા માટે લડત લડી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી ને ફરિયાદ કરાતા તપાસ બાદ પંચાયત હસ્તકની જમીનમાં કંપની એ ગેરકાયદેસર દબાણ કરી કંપાઉન્ડ વોલ બનાવી દિધેલ હોવાનું બહાર આવ્યું હતું.ત્યાર બાદ પંચાયત ને કંપની પાસે થી જમીન પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.વર્ષ વીતી ગયું છતાં રાજકીય પીઠબળ અને અધિકારી ઓ ની મીલી ભગત ધરાવતી કંપની એ હજુ સુધી પંચાયત ને પચાવી પાડેલી જમીન પરત નહી કરતા પંચાયત દ્વારા ઝઘડિયા કોર્ટમાં જમીન પરત અપાવવા માટે દાવો પણ કરવામાં આવ્યો છે.


    તલોદરા ગ્રામ પંચાયત દ્વારા શનિવારે કોહલર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રણજીત ઔક,મેનેજર પરેશ પટેલ, ડિરેક્ટર વિરેન્દ્ર કુમાર આહુજા,અંશી શ્રીવાસ્તવ,સલિલ સદાનંદન,પંકજ કુમાર રાય,બ્રેઈન કેલી અને સિનિયર મેનેજર સુનિલ દંત વિરુદ્ધ પંચાયતની જમીન પચાવી પાડી ગેરકાયદેસર કંપાઉન્ડ વોલ બનાવી દેતા લેન્ડ ગ્રેબીગની લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.


    ઉલ્લેખનીય છે કે, ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણા જેઓ સત્યનિષ્ઠ અને ઈમાનદાર અધિકારીની છબી ધરાવે છે ત્યારે જોવું એ રહ્યું કે, રાજકીય પીઠબળ ધરાવતી કોહલર કંપની પંચાયતની પચાવી પાડેલ જમીન પરત કરશે કે પછી.....?જોવું રહ્યું.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.