Updated : August 24, 2025 06:09 pm IST
Jitendrasingh Rajputભરૂચની યુવતી ચૈતાલીબેન રાણા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરી રહી છે. ધર્મપ્રેમ સાથે પર્યાવરણ પ્રેમનું સંતુલન જાળવી, ચૈતાલીબેન દર વર્ષે સાઢું માટીમાંથી ગણેશજી અને શિવલિંગની મૂર્તિ ઘરે જાતે જ બનાવે છે તે પણ કોઈ મોલ્ડ કે બીબાનો ઉપયોગ કર્યા વિના.

કોરોના સમયથી શરૂ થયેલી આ પહેલ આજે અનેક લોકોને પ્રેરણા આપી રહી છે. સાઢું માટીમાંથી બનાવેલી 8 ઇંચની મૂર્તિનું વજન લગભગ 3 કિલો સુધીનું હોય છે. મૂર્તિઓને ઘોતી, ખેસ અને પાઘડી માટે તેઓ ફક્ત પર્યાવરણ ફ્રેન્ડલી વોટર બેઝ્ડ કલરનો જ ઉપયોગ કરે છે. ચૈતાલીબેનનું માનવું છે કે નર્મદા નદીમાં દર વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વિસર્જન થવાથી પાણી પ્રદૂષિત થાય છે.

આ કારણસર તેઓ જાતે જ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવે છે અને અન્ય લોકોને પણ એ જ માર્ગ અપનાવવાનો સંદેશ આપે છે. ચૈતાલીબેન કહે છે, પ્રથમ વખત પરિવારે મૂર્તિ ઘરે બનાવવાનું કહ્યું ત્યારે અનુભવ નહોતો. સાઢું માટી ભીની કરી સુકવીને મૂર્તિ બનાવી, ત્યારથી દર વર્ષે ઘર માટે જાતે મૂર્તિ બનાવું છું.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ