ગંભીરા બ્રીજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓની ACB કરશે તપાસ...
નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ
Updated : July 25, 2025 11:30 am IST
Sushil pardeshi
ગત 9 જુલાઈ ના રોજ પાદરા ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી જેમાં સંખ્યાબંધ વાહનો મહીસાગર નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં આજ દિન સુધી 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એક યુવકનો હજુ પત્તો મળી રહ્યો નથી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી અને માર્ગ અને મકાન વિભાગના ઈજનેર એન એમ નાયકાવાલા કાર્યપાલક ઇજનેર યુ. સી પટેલ કાર્યપાલક ઇજનેર આર. ટી પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી શાહ ને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા હતા. આ સસ્પેન્ડેડ અધિકારીઓ કાર્યપાલક ઇજનેર યુ. સી પટેલ કાર્યપાલક ઇજનેર આર. ટી પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી શાહની એસીબી તપાસ કરશે. સસ્પેન્ડેડ અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે એસીબી તપાસ કરશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ 4 સસ્પેન્ડેડ અધિકારી પૈકી 3 સામે ACB તપાસ કરશે, જયારે ઈજનેર એન. એમ. નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે.
નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ
મહત્વની વાત તો એ છે કે, તમામ અધિકારીઓ કલાસ વન અધિકારી હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે, ઉપલી કચેરીથી તપાસ માટેની મંજૂરી આવશે એટલે ઈજનેર એન. એમ. નાયકાવાલા સામે પણ તપાસ શરૂ કરી દેવામાં આવશે તેવી વાત સામે આવી છે, અધિકારીઓના પગારની સામે કેટલી અપ્રમાણસર મિલકત છે તેને લઈ તપાસ કરવામાં આવશે અને રાજય સરકારને રીપોર્ટ સોંપવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ એક્શનમાં.. કોને થશે રિપીટ.? કોનું પત્તું કપાશે.?
ભૂક્કા બોલાવશે વરસાદ : ગુજરાતમાં 20 દિવસમાં વરસાદ અને તોફાની પવન : અંબાલાલ પટેલની ચેતવણી
20 દિવસમાં બનાવી દીધી વોન્ટેડ લિસ્ટ, ઈનામ પણ જાહેર, DIG નિર્લિપ્ત રાયના એક્શનથી મચ્યો હડકંપ
ગુજરાત પોલીસના 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ જિલ્લાઓમાં બદલી..
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો સંગ્રામ : આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, કોણ કેટલું દમખમ બતાવશે ? જાણો.
અખબારના ફોટા અને માહિતીથી કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી સ્ક્રેપબુક

