Monday, August 18, 2025 9:11 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    એમેઝોને "પંચાયત" ની પાંચમી સિઝન ની જાહેરાત કરી નાખી

    લોકપ્રિય વેબ સિરીઝ "પંચાયત" ની ચોથી સિઝનની સૌથી મોટી ઓપનિંગ

    Updated : July 11, 2025 05:46 pm IST

    Bhagesh pawar
    એમેઝોને "પંચાયત" ની પાંચમી સિઝન ની જાહેરાત કરી નાખી

    લોકપ્રિય વેબ સિરીઝ "પંચાયત" ની ચોથી સીઝન ઓટીટી પર 24 જૂને આવી હતી. આગળની ત્રણ સિઝનની લોકપ્રિયતાને કારણે વધેલી લોકોની ઉત્સુકતાને લીધે આ સીઝન અંગે દર્શકોમાં ભારે ઉત્સુકતા હતી. તેથી આ સિઝનને સૌથી મોટી ઓપનિંગ મળી હતી. તેના પ્રતિસાદ માં એમેઝોન પ્રાઈમ વિડીયો દ્વારા તેની પાંચમી સિઝનની જાહેરાત કરી દેવામાં આવી છે. પંચાયતની છેલ્લી સીઝનને સૌથી મોટી ઓપનિંગ મળી હતી જેને આંગળીની બધી જ સિઝનની વ્યુઅરશિપનો રેકોર્ડ તૂટી ગયો છે. 


    છેલ્લી સીઝન ઓટીટી પર આવી ત્યારે અન્ય 10 ફિલ્મ અને સિરીઝ સાથે આ સિરીઝ યુ.એસ.એ., કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએઈ સહિતના 180 દેશોમાં ટોપ ટેનમાં ટ્રેન્ડ કરી રહી હતી. પહેલા અઠવાડિયા દરમિયાન આ સિરીઝ એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે ભારતમાં તે પહેલા ક્રમે રહ્યું હતું. ત્યારે હવે એમેઝોન પ્રાઈમ વિડિયો દ્વારા તેની નવી સિઝનની જાહેરાત કરવામાં આવી છે. પાંચમી સિઝનનું કામ શરૂ થઈ ગયું છે અને એ સિઝન 2026 માં આવી જશે. એમેઝોન પ્રાઈમ વીડિયો ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટર શેર કરીને કેપ્શન માં લખાયું હતું, "હાઈ 5 ફુલેરા વાપસ આને કે તૈયારી સુરુ કર લીજીયે. પંચાયત પ્રાઇમ પર, નવી સિઝન, બહુ જલ્દી." 


    આ અંગેના નિવેદનમાં પ્રાઇમ વીડિયો ઇન્ડિયા ના કન્ટેન્ટ લાયસન્સિંગના ડિરેક્ટર અને હેડ મનીષ મેઘાણી ના જણાવ્યા અનુસાર " અમે પંચાયતની સીઝન ચારને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી ખૂબ ખુશ છીએ, તેના કારણે સિરીઝ ની કહાની આગળ વધારવાનું અમને ગમશે, ઓથેન્ટિક વાર્તા સાથે નવા આયામો સિદ્ધ કરવા તૈયાર છીએ. આ સીઝનની ભારત સહિત 180 દેશોમાં સિરીઝ લોન્ચ થયાના એક જ અઠવાડિયામાં જે પ્રતિસાદ મળ્યો છે, તે જ દર્શાવે છે કે આ વાર્તા બિલકુલ અસલ ભારતીય હોવા છતાં તે સમગ્ર વિશ્વના લોકોને સ્પર્શી શકે છે. કારણકે તેની વાર્તા દિલથી લખાઈ છે અને તેના પાત્રો દરેકને પોતાના લાગે છે. આ બાબતોથી જ પંચાયત એક વિશ્વ કક્ષાએ લોકપ્રિય સિરીઝ બની શકી છે અને તેને કોઈ સરહદ રહી નથી. દર્શકોને પંચાયતની હુંફ, સાદગી અને સચ્ચાઈ દુનિયાભરના દર્શકોને પ્રભાવિત કરી શકી છે. તે સિરીઝની લોકપ્રિયતા તો દર્શાવે જ છે. સાથે એ વાતનો પણ પુરાવો છે કે વિશ્વભરના દર્શકોને ભારતીય મૂળ સાથે જોડાયેલી વાર્તા જોવામાં રસ છે. ત્યારે આપને એ જણાવતા આનંદ થાય છે કે તેની પાંચમી સિઝન નું કામ શરૂ થઈ ચૂક્યું છે અને અમે ફુલેરા અને તેના પાત્રોની સફરને આગળ વધારવા ઉચ્ચક છીએ." 


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    એમેઝોને "પંચાયત" ની પાંચમી સિઝન ની જાહેરાત કરી નાખી | Yug Abhiyaan Times