Monday, October 6, 2025 11:43 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    પતિએ જ પત્નીનું ગળુ કાપી ઢાળી દીધું ઢીમ

    નાાળામાંથી મળી આવેલ મહિલાના મૃતદેહનો ગણતરીના કલાકો માં ભેદ ઉકેલતી ભરૂચ પોલીસ...

    Updated : July 12, 2025 04:43 pm IST

    Sushil pardeshi
    પતિએ જ પત્નીનું ગળુ કાપી ઢાળી દીધું ઢીમ

    ભરૂચના વાલીયાના કોંઢ ગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે. આ રુચિ અવસ્થિ નામની મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


    વાલીયા તાલુકાના કોંઢ ગામ નજીકથી મહિલાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે માહિતી મળતા જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અજાણી મહિલાની મળેલી લાશમાં પોલીસે તપાસ અર્થે 5 ટીમો બનાવી તેની ઓળખ માટે ફોટા સોશ્યલ મીડિયા પર પણ શેર કર્યા હતા. જે બાદ તપાસમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હતો. પોલીસે સોશિયલ મીડિયા પર આ મૃતક મહિલાનો ફોટો શેર કરી તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મૃતક મહિલા 40 વર્ષીય રુચિ અવસ્થિ અને અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શિવકૃપા બંગલોઝમાં રહેતી મૂળ લખનૌની હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.


    પોલીસની તપાસમા આ મહિલાની હત્યા તેના જ પતિ 47 વર્ષીય રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી હોવાનું બહાર આવ્યુ હતું. રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ 2018 માં હૃદયરોગના હુમલામાં મૃત્યુ થયા બાદ વર્ષ 2019માં તેણે રુચિ અવસ્થિ સાથે લગ્ન કર્યા હતા. જોકે રાજેન્દ્ર અને રુચિ વચ્ચે વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ધારદાર હથિયાર વડે રુચિ અવસ્થિનું ગળું કાપી તેનું ઢીમ ઢાળી દીધું હતું. રાજેન્દ્ર એ મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી અંકલેશ્વરથી 10 કિમી દૂર વાલિયાના કોંઢ ગામ નજીક પહોંચ્યો હતો અને ત્યાં નાાળામાં મૃતદેહનો નિકાલ કરી ત્યાંથી રવાના થઈ ગયો હતો.


    સમગ્ર ઘટનામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરી ના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    પતિએ જ પત્નીનું ગળુ કાપી ઢાળી દીધું ઢીમ | Yug Abhiyaan Times