Monday, August 18, 2025 9:15 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

    Updated : August 14, 2025 09:47 am IST

    Sushil pardeshi
    સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...


    વિરલ ગોહિલ, ભરૂચ.

    ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારના જનરલ સ્ટોરમાં થયેલી ચોંકાવનારી ઘટના હવે શહેરમાં ચર્ચાનો વિષય બની છે. સીસીટીવી ફૂટેજમાં કહેવાતા વૃદ્ધ સસરા 64 વર્ષીય યાકુબ યુસુફ પટેલ પોતાની જ હિન્દુ વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી ન થવાના આક્ષેપ વચ્ચે, આ ફૂટેજ જાહેર થતાં પોલીસને આખરે ફરિયાદ લેવી પડી છે.


    બે સંતાનોની માતા એવી વિધવા સ્ટેશન રોડ વિસ્તારમાં રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે. તેની સાસુ દક્ષાબેન,પાડોશમાં રહેતા મુસ્લિમ યાકુબ પટેલ સાથે લગ્નસરખા સંબંધમાં રહે છે. વિધવાના આક્ષેપ મુજબ, યાકુબ પટેલની દાનત બગડતા વારંવાર અડપલા કરતો, અભદ્ર માંગણી કરતો, સંબંધ રાખવા દબાણ કરતો અને પીછો કરીને હેરાનગતિ કરતો હતો. જે અંગે વારંવાર અરજી છતાં પોલીસે કાર્યવાહી ન કર્યાનો પણ આરોપ છે.
    તાજેતરમાં, વિધવા ઘર માટે સામાન લેવા જનરલ સ્ટોર પર ગઈ ત્યારે યાકુબ ત્યાં આવી ગયો અને જાહેરમાં ઝઘડો કરી મારપીટ કરી હતી.આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

    બંને પક્ષે ફરિયાદ પુરાવા સાથે એક બીજા પર આક્ષેપો કર્યા
    દુકાનના સીસીટીવી ફૂટેજ સામે આવતા વિધવાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં યાકુબ પટેલ અને દક્ષાબેન સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ગંભીર આક્ષેપો સાથે સીસીટીવીના પુરાવા જોડ્યા છે. બીજી તરફ, યાકુબના બચાવ પક્ષે પણ પ્રતિક્રિયા આપતા દક્ષાબેનએ પોતાની વિધવા પુત્રવધુ અને એના ભાઈ સંકેત પટેલ સામે મારપીટ અને ધમકીના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ કરી છે.

    વિધવાનો દાવો છે કે યાકુબ પટેલ પોલીસનો બાતમીદાર છે અને પંચ તરીકે પણ ઓળખ ધરાવે છે, જેના કારણે તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી ટાળવામાં આવી રહી છે. સામે દાખલ થયેલી ફરિયાદને તેણીએ ખોટી અને બદનામી માટેની ચાલ ગણાવી છે. તેણીએ ચેતવણી આપી છે કે, "જો ન્યાય નહીં મળે તો પોલીસ સ્ટેશન આગળ પોટૅ કેરોસીન નાખીને આત્મવિલોપન કરશે.

    સમગ્ર ભરૂચ માં ચર્ચાનો વિષય બનેલો મામલો
    એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ આરોપી અને પોલીસ વચ્ચેના સંબંધના આક્ષેપોને કારણે મામલો સામાજિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.