Monday, August 18, 2025 9:11 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    પ્રધાનમંત્રી આવાસમાં મકાન અપાવવાના બહાને ભરૂચની મહિલા પ્રોફેસર સાથે વડોદરાની મહિલાની 95 હજારની ઠગાઇ

    Updated : June 19, 2025 04:48 pm IST

    Raj
    પ્રધાનમંત્રી આવાસમાં મકાન અપાવવાના બહાને ભરૂચની મહિલા પ્રોફેસર સાથે વડોદરાની મહિલાની 95 હજારની ઠગાઇ

    Yug Abhiyaan Times : ભરૂચમાં ચાવજ ગામે એસએનપીએસ સ્કૂલ પાસે આવેલાં શ્રીરામ બંગ્લોઝ ખાતે રહેતાં અને સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં યોગીશા ઠાકોરભાઇ પરમાર ગત 22મી મેના રોજ ઘરે બેઠાં હતાં. તે વેળાં તેમના મોટાબાપુના પુત્ર અનિલ શંકર રહે. રાજકૃપા સોસાયટી, ઇટોલાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રિજેક્ટ થયેલાં મકાન મેળવવા માટે એક પરીચિત છે.


    જો તમારો વિચાર હોય તો જણાવજો જેથી તેમણે તે બાબતની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, બીલગામ અર્બન રેસિડન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડ્રો થયેલાં મકાનો જેમાંથી રીજેક્ટ થયેલાં મકાનો મળે તેમ છે.


    પણ મકાન માટે 95 હજાર રૂપિયા આપવાના છે. આમાં કોઇ ફ્રોડ નથી. જેના પગલે તેઓએ ફોન પર વાતચીત દરમિયાન મકાન આપવા અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, તેના સાઢુભાઇ ભરત પરમારનો ફોન આવ્યો હતો. તેઓ વડોદરા કોર્પોરેશનમાં નોકરી કરે છે. તેની સાથે મિત્તલ કાર્તિકેયસ્વામી સાધુ રહે. શિવાલય રેસિડન્સી, ગોત્રી નામી મહિલા કામ કરે છે. જે રિજેક્ટ થયેલાં મકાનોની ફાળવણી કરે છે.


    તેમણે પણ મકાન બુક કરાવ્યું હોય યોગીશાબેનને તેમના પર વિશ્વાસ બેઠો હતો. બીજી તરફ તેઓએ મિત્તલ સાથે ફોન પર વાત કરાવી હતી. જેમાં હાલમાં રૂપિયા ન હોય તો પહેલાં 50 હજાર અને બાદમાં 45 હજાર આપજો તેમ જણાવ્યું હતું. જે બાદ તેઓએ બીલગામ અર્બન રેસિડન્સી-2માં મકાનો જોવા માટે ગયાં હતાં. જ્યાં તેમણે અલગ અલગ મકાનો બતાવ્યાં હતાં. જે બાદ તેમણે તેમને બાકીના 45 હજાર પણ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી આપ્યાં હતાં. જોકે, બાદમાં તેમણે ચુકવેલાં રૂપિયાની રસીદ અને મકાનની ચાવીને લઇને તેઓ ગલ્લાતલ્લા કરતાં હતાં. દરમિયાનમાં મિત્તલે તેમેન ઇ-107 નંબરનું મકાન મળશે તેમ જણાવ્યું હતું. જોકે, તેઓ જ્યારે મકાનો જોવા ગયાં હતાં. ત્યારે તે મકાનમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હોવાનું તેમને નજરે પડતા તેમની સાથે ઠગાઇ થઇ હોવાની આશંકા થઇ હતી.


    જેથી તેમણે મિત્તલ પાસે રૂપિયા પરત માંગતાં તેણે રૂપિયા પરત કર્યાં ન હતાં. આખરે તેમની સાથે 95 હજારની છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતાં આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.