‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...
ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત નિવારક સુરક્ષા કવચ..
Updated : August 12, 2025 06:21 pm IST
Sushil pardeshi
વિરલ ગોહિલ, ભરૂચ
ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત નિવારક સુરક્ષા કવચ..
રૂ. 1.55 કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવાનું કામ શરૂ...
‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...
વર્ષોથી ‘સ્યુસાઇડ પોઇન્ટ’ તરીકે કુપ્રસિદ્ધ રહેલા ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર હવે આપઘાત નિવારક સુરક્ષા કવચ ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રૂ. 1.55 કરોડના ખર્ચે બ્રિજની બન્ને બાજુ સેફ્ટી નેટ લગાવવાનું કામ પ્રારંભ થયું છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે હાલ પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે. જો ડિઝાઇનમાં જરૂરી ફેરફાર જણાશે તો સુધારા બાદ આગામી 10 દિવસમાં મટીરીયલ ચકાસણી પૂર્ણ કરી સંપૂર્ણ નેટ લગાવાશે.
અગાઉ સામાજિક આગેવાનો તથા નાગરિકોએ બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી. હવે આ દિશામાં કાર્યવાહી શરૂ થતાં લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી અનેક વખત નર્મદા નદીમાં ઝંપલાવી આપઘાતના બનાવો બન્યા છે. સુરક્ષા નેટ લગાવવાની આ પહેલથી આવા બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી અપેક્ષા સાથે નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

મેહાલી સ્કૂલ, અટાલીમાં સ્વાતંત્ર્ય દિવસ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉજવાયો

પાણી માટે કિલોમીટર સુધી વલખા મારતા નવા દાદાપોરના ગ્રામજનો

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

પંજાબના ફિરોજપુરના નસેડી ગુરજીતસિંગની ભરૂચ પોલીસે કરી ધરપકડ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
