ભરૂચ નગરપાલિકાના બાકડાનો ગટર ઢાંકવા ઉપયોગ, પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ?
Updated : August 12, 2025 09:49 am IST
Sushil pardeshi
વિરલ ગોહિલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકા દ્વારા લોકોના આરામ માટે બનાવેલા બેસવાના બાકડા (બેન્ચીસ)નો અનોખો ઉપયોગ પ્રકાશમાં આવ્યો છે. શહેરની નવી વસાહત – હિતેશ નગર વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલી ગટર લાઈનને ઢાંકવા માટે આ બાકડાની પાટિયાઓ (પ્લેટો) ગટર ઢાંકણા તરીકે મૂકવામાં આવી છે. લોકો માટે બગીચા, રોડ સાઈડ અથવા જાહેર સ્થળોએ બેસવાની સુવિધા આપવા માટે બનાવેલા આ બાકડા જાહેર નાણાંથી તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ તે બેસવાની જગ્યાએ ગટર પર ઢાંકણા તરીકે ઉપયોગમાં લેવાતા હોવાનું પ્રકાશમાં આવતા અનેકો પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિક નાગરિકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે આ બાકડા ગટર પર મૂકવાનો નિર્ણય કોણે લીધો? ક્યારે અને શા માટે આ રીતે તેનો ઉપયોગ થયો? બાકડાનો બાકીનો ભાગ ક્યાં ગયો? નગરપાલિકા તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે કે નહીં તે અંગે પણ લોકોએ શંકા વ્યક્ત કરી છે. આ ઘટના લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ છે કે નહિ તે બાબત હવે ચર્ચાના એરણે ચઢી છે. નગરપાલિકાની જાહેર મિલકતનો આ પ્રકારનો ‘દુરુપયોગ’ રોકવા તંત્ર પગલાં ભરાશે કે નહીં તે જોવું રહ્યું.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

મેહાલી સ્કૂલ, અટાલીમાં સ્વાતંત્ર્ય દિવસ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉજવાયો

પાણી માટે કિલોમીટર સુધી વલખા મારતા નવા દાદાપોરના ગ્રામજનો

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
