Saturday, August 2, 2025 3:31 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    S.T ડેપોમાં મફત સુવિધાની આડમાં ગેરકાયદેસર ઉઘરાણી..!!

    Updated : July 29, 2025 03:41 pm IST

    Jitendra yadav
    S.T ડેપોમાં મફત સુવિધાની આડમાં ગેરકાયદેસર ઉઘરાણી..!!

    વિરલ ગોહિલ, ભરૂચ

    ભરૂચના નવીન સિટી સેન્ટર એસ.ટી ડેપો ખાતે આવેલા શૌચાલય પર મફત સુવિધાની આડમાં ગેરકાયદેસર ઉઘરાણી થતી હોવાનો ચોંકાવતો મામલો બહાર આવ્યો છે. પ્રવાસીઓ પાસેથી પેશાબ માટે ₹2 અને શૌચક્રિયા માટે ₹5 લેવામાં આવી રહ્યા છે તે પણ પાવતી વિના. જ્યારે મીડિયા દ્વારા પૂછપરછ થઈ ત્યારે શૌચાલય સંભાળતા કર્મચારીએ પૈસા લેવાનું કબૂલ્યું અને કહ્યુ કે, મારા શેઠએ આમ કરવાનું કહ્યું છે.જ્યારે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સામે દાવો કર્યો કે અમે ફક્ત સફાઈ માટે પૈસા લઈએ છીએ. સ્થળ પર કોઈ નોટિસ બોર્ડ કે દર જાહેર નથી, જે નિયમ વિરુદ્ધ છે. વધુમાં વિદ્યાર્થીઓ પાસેથી પણ પૈસા વસુલાતાની ફરિયાદો સામે આવી છે.

    સમગ્ર મામલે ભરૂચ એસ.ટી ડેપો મેનેજરે જવાબ આપતાં કહ્યું કે, “પેશાબની સેવા મફત છે. કોઈ રૂપિયા લેતા હોય તો તે ગેરકાયદેસર છે. અમે તપાસ કરીશું અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપશું. ત્યારે હવે આ મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરીને કડક પગલાં લેવાની જરૂર છે જેથી ભવિષ્યમાં મુસાફરો સાથે આવી ગેરકાયદેસર ઉઘરાણી ન થાય અને સરકારી સુવિધાઓ પારદર્શક રીતે મળે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.