Monday, October 6, 2025 11:40 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    50થી વધુ આંગણવાડી બહેનોને અશ્લીલ વીડિયો કોલથી હેરાન.

    ભરૂચ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ...

    Updated : August 07, 2025 05:15 pm IST

    Sushil pardeshi
    50થી વધુ આંગણવાડી બહેનોને અશ્લીલ વીડિયો કોલથી હેરાન.

    વિરલ ગોહિલ, ભરૂચ.


    ભરૂચ જિલ્લામાં ભરૂચ-ઝઘડિયા-નેત્રંગની આંગણવાડી બહેનોને છેલ્લા કેટલાંક દિવસોથી અજાણ્યા નંબર પરથી ન્યૂડ કોલ આવી રહ્યા છે. આવા કોલથી આ બહેનો ઘરમાં, કાર્યસ્થળે કે જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ રહી છે. ભરૂચ, ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની કુલ 50થી વધુ બહેનોને રોજેરોજ આવી રીતે હેરાન કરવામાં આવી રહી છે. આશ્ચર્યજનક રીતે આ કોલ સરકારશ્રીએ આપવામાં આવેલા આઇસીડીએસ નંબર પર પણ આવી રહ્યા છે, જેના કારણે બહેનો સરકારી કામકાજમાં પણ મુશ્કેલી અનુભવી રહી છે.



    આ મામલે આંગણવાડી બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓના આંગણવાડી કર્મચારી સંગઠનના ગુજરાત ઉપપ્રમુખ રાગિણીબેન પરમારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે જો તંત્ર આરોપીને પકડવામાં નિષ્ફળ રહેશે તો અમે બહેનો જ સબક શીખવડાવશું. મહિલાઓની માનસિક શાંતિ છીનવતી આ હરકત સામે ભરૂચ સાયબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે તંત્ર સામે મોટો સવાલ ઊભો થયો છે, મહિલાઓના ડિજીટલ સુરક્ષા માટે કઈ રીતે પગલાં લેવામાં આવશે?




    આ ઘટના માત્ર હેરાનગતિ સુધી સીમિત નથી રહી, પણ હવે તે મહિલા માન,અસ્તિત્વ અને સરકારી વ્યવસ્થાની નિષ્ફળતાને પ્રકાશિત કરતી ગંભીર સાયબર ગુનાની ઘટનામાં ફેરવાઈ છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.