અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 159 ટેક્નિલ ખામીના કારણે રદ, એરપોર્ટ પર મુસાફરો અટવાયા
અમદાવાદમાં 12મી જૂને લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન AI 171 ક્રેશ થયું હતું, જેમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
Updated : June 19, 2025 04:26 pm IST
Rajઅમદાવાદમાં 12મી જૂને લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન AI 171 ક્રેશ થયું હતું, જેમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન મંગળવારે (17મી જૂન) અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરી દેવામાં આવી છે. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક-ઓફ થવાની હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતાં.
મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 મંગળવારે બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી. પરંતુ ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતા તેને રદ કરવી પડી હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ફ્લાઈટમાં મુસાફરી કરતાં લોકોમાં ભયનો માહોલ છે ત્યારે એર ઈન્ડિયાના વિમાનોમાં એક બાદ એક ખામી સર્જાવવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. એવામાં મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટ AI2493 રદ કરવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, ફ્લાઇટ રનવે પર પહોંચી તે બાદ રનવે પર જ ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. વિમાનમાં સવાર મુસાફરોનો દાવો છે કે પાઇલોટે કહ્યું હતું કે, જો ટેકઓફ થાય તો તેમની જવાબદારી નહીં રહે. એવામાં મુસાફરોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો અને વિમાનમાંથી ઉતરી ગયા હતા. બાદમાં મુસાફરોને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા, રિફંડ લઈને એરપોર્ટ પર સામાન માટે રાહ જુઓ અથવા ફ્લાઇટ રિપેર થાય તેની રાહ જુઓ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ એક્શનમાં.. કોને થશે રિપીટ.? કોનું પત્તું કપાશે.?
ભૂક્કા બોલાવશે વરસાદ : ગુજરાતમાં 20 દિવસમાં વરસાદ અને તોફાની પવન : અંબાલાલ પટેલની ચેતવણી
20 દિવસમાં બનાવી દીધી વોન્ટેડ લિસ્ટ, ઈનામ પણ જાહેર, DIG નિર્લિપ્ત રાયના એક્શનથી મચ્યો હડકંપ
ગુજરાત પોલીસના 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ જિલ્લાઓમાં બદલી..
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો સંગ્રામ : આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, કોણ કેટલું દમખમ બતાવશે ? જાણો.
અખબારના ફોટા અને માહિતીથી કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી સ્ક્રેપબુક

