પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હંમેશા યાદો અને તેમના કાર્યોથી જનજનમાં રહેશે ચિરંજીવી, જિલ્લા ભાજપે આપી અંજલિ
Updated : June 19, 2025 04:53 pm IST
Raj
- ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રાથના સભાનું આયોજન કરાયું
- ભરૂચ જિલ્લાને પણ દિવગંત વિજય રૂપાણીજીએ અનેક વિકાસકામોની આપી ભેટ, સંસ્મરણો યાદ કરાયા
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભા બુધવારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાખવામાં આવી હતી.
Yug Abhiyaan Times : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રીને શ્રધાંજલિ અર્પવા ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા બુધવારે બપોરે મળેલી પ્રાર્થના સભામાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભરૂચ સાંસદ મનસુખ વસાવા, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ ભારતસિંહ પરમાર સહિતનાએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના અન્ય મૃતકો માટે મૌન પાળી તેમની તસ્વીર ઉપર ફુલહાર અર્પણ કરાયા હતા. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપ આગેવાનોએ વિજય રૂપાણી સાથેના પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા. ભરૂચ જિલ્લાના વિકાસ માટે પણ તેમણે લીધેલા નિર્ણયો અને કરેલા કામોને યાદ કરી ભાવાંજલિ આપવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી હંમેશા તેમના કાર્યો, નિખાલસ સ્વભાવ અને વ્યક્તિત્વને લઈ યાદોમાં ચિરંજીવી રહેશે તેવો ભાવ ભરૂચ જિલ્લા ભાજપે પ્રગટ કર્યો હતો. સાથે જ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની કુદરત શક્તિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
